સુરત જિલ્લાના માંડવી તાલુકાનાં જામણકુવા ગામમાં રહેતા, ભરતસિંહ મહીડાના કૂવામાં એક દીપડો પડ્યો હતો. આ બનાવ અંગે ગામના સરપંચએ માંડવી વનવિભાગની ટીમને જાણ કરી હતી. જેથી વનવિભાગની ટીમ તુરંત ઘટના સ્થળે આવી પહોંચી હતી અને 30 ફૂટ ઊંડા કુવામાંથી દીપડાને બહાર કરવાની તજવીજ હાથ ધરી હતી.
જયારે ઘટના સ્થળે ટોળું એકત્ર થતાં પોલીસની મદદથી ટોળું દૂર કર્યા બાદ કુવામાં ફાઈબરનું પીંજરુ ઉતારવામાં આવ્યું હતું અને થોડા સમયમાં દીપડો પાંજરામાં પુરાયો હતો. દીપડો પાંજરામાં પુરાયા બાદ તેને બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ જાણવા મળ્યું હતું કે, દીપડાનું તબીબી પરીક્ષણ કરી તેને દૂર જંગલમાં છોડવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application