Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

માંડવીના પીપરીયા ગામમાં ચાર વર્ષીય દીપડો પાંજરે પુરાયો

  • March 26, 2021 

સુરત જીલ્લાના માંડવી તાલુકાના પીપરીયા ગામેથી ચાર વર્ષીય દીપડો પાંજરે પુરાયો હતો. પીપરીયા વિસ્તારમાંથી દીપડો પાંજરે પુરતા વનવિભાગની ટીમે દીપડાનો કબ્જો મેળવી તેને જંગલમાં છોડવાની કામગીરી હાથ ધરી હતી.

 

 

 

પીપરીયા ગામ વિસ્તારમાં અવાર-નવાર દીપડાઓ નજરે પડી રહ્યા છે. દીપડાઓ નજરે પડતાં ગ્રામજનોમાં સતત ભયનો માહોલ જોવા મળે છે. થોડા દિવસ અગાઉ જ દીપડો નજરે પડતાં માંડવી વનવિભાગની ટીમે પીપરીયા ગામે ગૌચરની જમીનમાં પાંજરું ગોઠવ્યું હતું. જે પાંજરામાં ચાર વર્ષીય દીપડો પાંજરે પુરાયો હતો. આ ઘટના અંગેની જાણ વનવિભાગને થતા ટીમે દીપડાનો કબજો લઇ ગાઢ વનક્ષેત્રમાં છોડવાની કામગીરી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application