Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ટ્રક અને પીકઅપ વચ્ચે અકસ્માત સર્જાતા પિકઅપ ચાલક ઘાયલ

  • March 14, 2021 

સુરત જીલ્લાના ચલથાણ વિસ્તારમાંથી પસાર થતો મુંબઇ અમદાવાદ નેશનલ હાઇવે ઉપર એક ટ્રક અને દ્રાક્ષ ભરીને જતી પીકઅપ વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

 

 

 

ચલથાણ ગામ પાસેથી પસાર થતા મુંબઇથી અમદાવાદ નેશનલ હાઇવે ઉપર ટ્રક અને પિકઅપ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. દ્રાક્ષ ભરેલ પીકઅપ ગાડી નંબર એમએચ/16/સીએ/0552 મુંબઈ તરફથી આવી રહી હતી. તે સમય દરમિયાન કડોદરા તરફથી આવતો ટ્રક ચાલક ચલથાણ પ્રિન્સ હોટેલ કટ પાસે અચાનક હાઇવે ક્રોસ કરવા જતાં પિકઅપ ગાડી ટ્રકમાં અથડાઈને પલટી મારી હતી. અકસ્માત સર્જાતા ટ્રક ચાલક ભાગી છૂટયો હતો. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. અકસ્માતમાં પિકઅપ ચાલકને સામાન્ય ઈજાઓ થઈ હતી.

 

 

 

આ અકસ્માત સર્જાતા ચલથાણ ગામના સ્થાનિકો લોકો દોડી આવી ચાલકને બહાર કાઢી પ્રાથમિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યારે બીજી તરફ અકસ્માત નેશનલ હાઇવે ઉપર સર્જાવાથી વાહન વ્યવહાર ખોરવાયો હતો. આ ઘટનાની જાણ થતા કડોદરા પોલીસ ઘટના સ્થળે પહોંચીને ટ્રાફિક હળવું કર્યું અને અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application