ઉમરપાડા તાલુકાના શરદા ગામમાં રહેતા દિલીપભાઈ વસાવા પોતાના ખેતરમાં જ ઘર બનાવીને વસવાટ કરે છે, જયારે બપોરે આવેલ વાવાઝોડા દરમિયાન શરદા ગામની નજીક વીજ લાઈન ઉપર ઝાડ પડી જતા વીજ વાયરો નીચે પડી ગયા હતા. આ જીવંત વીજ વાયરમાં વીજ પ્રવાહ ચાલુ હતો. તે દરમિયાન દિલીપભાઈની 6 વર્ષીય દીકરી કિંજલ રમતી રમતી ખેતરમાં પહોંચી હતી. ત્યારે કિંજલનો પગ ભૂલમાં જીવંત વીજ વાયર પર પડી જતાં વીજ કરંટ લાગવાથી કિંજલનું કરૂણ મોત નિપજયું હતું.
આ ઘટનાની જાણ તેના માતા પિતા અને પરિવારજનોને થતાં તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા તેમજ ગામના લોકોને જાણ થતાં ગ્રામજનો પણ દોડી આવ્યા હતા.
આ બના અંગે પરિવાર દ્વારા ઉમરપાડા પોલસને ઘટનાની જાણ કરવામાં આવતા ઉમરપાડા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500