કોરોના મહામારીના સમય દરમ્યાન E-learning તથા Digital Learningનું મહત્વ બધાને ખૂબ સારી રીતે સમજાયું છે. ત્યારે સુરત જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળાના વિધાર્થીઓ પણ હવે આધુનિક ટેકનોલોજીથી વંચીત ન રહે એ માટે અદાણી ફાઉન્ડેશન હજીરા દ્વારા આ સુવિધાઓ વધારવા પર ધ્યાન આપીને પ્રોજેક્ટ ઉત્થાન અંતર્ગત હજીરા કાંઠા વિસ્તારની ૧૦ પ્રાથમિક શાળાઓને એક-એક સ્માર્ટ ક્લાસ આપવામાં આવ્યો છે. આ સ્માર્ટ કલાસ વિધાર્થીઓના અભ્યાસને વધુ રસમય બનાવશે અને એમનું શિક્ષણ આનંદદાયક બની રહેશે. આ સ્માર્ટ કલાસ સાથે ત્રણ વર્ષ માટે ચાલેએ રીતનું સોફ્ટવેર પણ આપવામાં આવ્યું છે.
અદાણી ફાઉન્ડેશન દ્વારા હજીરા કાંઠા વિસ્તારના આઠ ગામની ૧૦ જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળાઓમાં ઉત્થાન પ્રોજેક્ટ અંતર્ગત આવરી લેવામાં આવી છે. આ શાળાઓમાં ફાઉન્ડેશન દ્વારા દરેક શાળા માટે એક પૂર્ણસમયના ઉત્થાન સહાયકની નિયુક્તિ કરવામાં આવી છે. ઉત્થાનસહાયક મુખ્યત્વે પ્રિય વિદ્યાર્થીઓ સાથે રહીને એમની શીખવાની ક્ષમતા વધારવા નું કાર્ય કરી રહ્યા છે. કોરોના કાળમાં જ્યારે સ્ફુલો મોટા ભાગનો સમય બન્ધ છે ત્યારે ઉત્થાન સહાયકો વિદ્યાર્થીઓના ઘર સુધી પહોંચીને એમનું શિક્ષણ કાર્ય કરાવી રહ્યા છે. ઘણા એવા બાળકો જે લોકડાઉન સમયે પોતાના વતનમાં જતા રહ્યા છે તેમના સુધી પહોંચવા માટે ઓનલાઈન શિક્ષણ ચલાવવામાં આવી રહ્યું છે.
બાળકોના વાલીઓમાં જાગરૂકતા આવે એ માટે ઉત્થાન સહાયકો વાલીઓ સાથે વ્યક્તિગત મુલાકાત દ્વારા બાળકોના શિક્ષણની પ્રગતિથી એમને માહિતગાર કરી રહ્યા છે. હજીરા કાંઠા વિસ્તારના વિધાર્થીઓ માટે જવાહર નવોદયની પ્રવેશ પરીક્ષા માટે ઓનલાઈન કોચિંગ સાથે શૈક્ષણિક સાહિત્ય પહોંચાડવામાં આવેલ છે અત્યારે ૭૪ વિધાર્થીઓ આ કાર્યક્રમ નો લાભ લઇ રહ્યા છે. તાપી જિલ્લાના સોનગઢ, ડોલવણ, વાલોડ અને ઉરછલના ૯૩૦ વિદ્યાર્થીઓ ને જવાહર નવોદય પ્રવેશ પરીક્ષાની તૈયારીમાટે શૈક્ષણિક સાહિત્ય નું વિતરણ કરવામાં આવેલ છે.તદુપરાંત NMSS પરીક્ષાની તૈયારી માટે સુરત મનપા અને ગ્રામ્ય વિસ્તારની ૨૮ શાળાઓ ના ૩૫૪ વિધાર્થીઓ ને શૈક્ષણિક સામગ્રી આપવામાં આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500