બારડોલીનાં ધુલિયા ચાર રસ્તા નજીક ગતરોજ સવારે અકસ્માત સર્જાયો હતો. જેમાં એસ.ટી વિભાગની બસ ધડાકાભેર રોડની સાઇડે અથડાઈ હતી. બનાવની વિગત એવી છે કે, બારડોલી ડેપોની અને કોષ ગામેથી 84 જેટલા પેસેન્જર લઇને નીકળેલી એસ.ટી. બસ નંબર GJ/18/Z/4477નાં ચાલક જીજ્ઞેશ પરમારે બસ પુરઝડપે હંકારી લાવી અકસ્માત સર્જાયો હતો. જેમાં ધુલિયા ચાર રસ્તા નજીક એસ.ટી બસના ચાલકે રસના કોલા, ચાની લારી તેમજ એક રિક્ષા નંબર GJ/19/U/8822ને નુકશાન કર્યું હતુ.
બારડોલીના ઇસ્લામ પૂરા વિસ્તારમાં રહેતાં ઇકબાલ ગુલામનબીવાળા કે જેઓ દરરોજ ડ્રેસનાં કાપડ ગામે ગામ વેચવા માટે જાય છે. તેઓને પણ માથાના તેમજ નાકના ભાગે ઈજા થઈ હતી અને સાથે જ બસે 65 વર્ષીય રાહદારી જમીલાબી પટેલને અડફેટે લેતાં માથાનાં ભાગે ઈજાઓ થઈ હતી. જેમાં બંને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application