સુરતનાં પલસાણા તાલુકાનાં બલેશ્વર પાટિયા નજીક નેશનલ હાઇવે ઉપર એક ટ્રેલર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાતા ટ્રાફિક જામની સમસ્યા સર્જાય હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ગત તા.25ના રોજ મોડી રાત્રે નેશનલ હાઇવે નંબર-48 ઉપર આવેલા બલેશ્વર ગામના પાટીયા પાસે નવસારી તરફથી આવતું એક ટ્રેલર નંબર આરજે/18/જીબી/0006 મારુતિ હોટેલ સામેથી પસાર થઇ રહ્યું હતું. તે સમયે રોંગ સાઈડ તરફથી આવતું એક હાઈવા ડમ્પર નંબર જીજે/06/એયુ/0532 સાથે ધડાકાભેર અથડાતા હાઈવે ઉપર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઇ હતી અને આ અકસ્માતમાં વાહનોને નુકસાન સિવાય કોઈ જાનહાની થઈ નથી. જોકે ઘટનાની જાણ પલસાણા પોલીસને થતા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે આવી ક્રેનની મદદથી બંને વાહનોને અલગ કરી જામ થયેલો ટ્રાફિક હળવો કર્યો હતો ત્યારબાદ ટ્રાફિક ધીમે-ધીમે હળવો થયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application