Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કિમની નિરાધાર વૃદ્ધાને ઘડપણનો સહારો અપાવતી ૧૮૧ અભયમ હેલ્પલાઈન

  • May 30, 2021 

મહિલાઓ માટે સંકટ સમયની સાંકળ સાબિત થયેલી અભયમ ૧૮૧ મહિલા હેલ્પલાઇને અનેક મહિલાઓને આપત્તિની પરિસ્થિતિમાંથી ઉગારીને ત્વરિત સહાય પહોંચાડી છે. સુરતના કિમ ખાતે અભયમે એક વૃદ્ધાની વ્હારે આવી હતી. તા.૨૭મી મે ના રોજ એક જાગૃત્ત વ્યક્તિએ કિમ ચાર રસ્તા પાસે એક વૃદ્ધાને અસહાય અવસ્થામાં જોતા અભયમમાં ફોન કરી મદદ કરવા જણાવ્યું હતું. જેથી તાત્કાલિક બારડોલી રેસ્ક્યુ વાન સ્થળ પર પહોંચી હતી.

 

 

 

 

 

અભયમ ટીમે વૃદ્ધા સાથે વાતચીત કરતા જાણવાં મળ્યું કે, તેઓ ઘણા સમયથી એકલા રહે છે. તેમના મોટાભાગના પરિવારના સભ્યોના મૃત્યુ થતા તેઓ એકલા જ રહે છે મજુરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. પરંતુ ઉમર થતા હવે મજૂરી પણ થતી ન હતી. પેટનો ખાડો પૂરવા લોકો પાસેથી જે કંઈ મળતું તે જમી લે છે. અભયમ ટીમને  તેમની સાથે વાતચીતમાં જાણ થઇ કે તેમના એક દૂરના પિતરાઈ ભાઈ છે. ત્યારબાદ ટીમે તેમને શોધીને સમજાવી વૃદ્ધાને સાથે રાખવા અનુરોધ કર્યો હતો. જેથી પિતરાઈ ભાઈ તેમને પોતાને ઘરે રાખવા સહમત થયા હતા અને આખરે નિરાધાર વૃદ્ધાને ઘડપણનો સહારો મળ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application