સુરતનાં પલસાણા તાલુકાનાં ચલથાણ ગામની સીમમાંથી પસાર થતા હાઈવે ઉપરથી રાત્રિના સમયે રોડ ક્રોસ કરી રહેલ એક યુવકેને કોઈ અજાણ્યા વાહનનો ચાલક અડફેટમાં લઈ ભાગી છૂટ્યો હતો. સર્જાયેલા અકસ્માતમાં યુવકનું ગંભીર ઇજાના કારણે મોત નીપજયું હતું. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પલસાણાનાં ચલથાણ ખાતે અંબિકા નગરમાં મનીષભાઈની બિલ્ડીંગમાં ભાડેના રૂમમાં રહેતા રામરતન રામઅચલ યાદવ કે જેઓ ડ્રાઇવિંગ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે અને જેઓ રાત્રિના 10:30 વાગ્યાની આસપાસ કડોદરા ખાતે ગયેલ હતા.
તે સમયે ચલથાણ ગામની સીમમાં નેશનલ હાઈવે નંબર-48 ઉપર રાજટ્રાન્સપોર્ટ તરફ જવાના કટ નજીક તેઓ રોડ ક્રોસ કરી રહ્યા હતા. તે સમયે પૂરઝડપે હંકારી આવેલ કોઈ અજાણ્યા વાહનનો ચાલકે તેને અડફેટમાં લઈ ભાગી છૂટ્યો હતો. સર્જાયેલા અકસ્માતમાં રામરતન યાદવને શરીરે ગંભીર ઇજા પહોંચતા તેનું મોત નીપજયું હતું. બનાવ અંગે મૃતકની પત્ની માલતીદેવીએ કડોદરા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application