સુરતનાં માંગરોળ તાલુકાનાં શાહ ગામમાં રહેતી અને ગામના જ યુવક સાથે બે વર્ષથી પ્રેમસંબંધ ધરાવતી યુવતીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, શાહ ગામના મોવડી ફળિયામાં રહેતી સરીતા સન્મુખભાઈ વસાવા જે ગામના એક યુવક સાથે પાછલા બે વર્ષથી પ્રેમસંબંધ ધરાવતી હતી. જેથી પ્રેમસંબંધ ધરાવતો યુવક યુવતીને અપનાવી લઈ લગ્ન કરે તેવી ઈચ્છાથી યુવતી રાત્રિના સમયે યુવક નીતિનના ઘરે પહોંચી ગઈ હતી.
પરંતુ યુવતીનો પરિવાર ત્યાં આવી સમાજના રીતિ-રીવાજ મુજબ તારા લગ્ન કરાવી આપીશું તેમ કહીને યુવતીને ઘરે લઈ ગયા હતા. જ્યાં યુવતીએ ઘરમાં રાત્રીના સમયે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. જયારે યુવતીની આત્મહત્યાને લઈને અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે. બનાવ અંગે માંગરોળ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500