સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલા સરદાર નગરમાં પરપ્રાંતિય પરિવારની યુવતીને સિવણ કલાસમાંથી ઘરે આવતા મોડુ થવાના મુદ્દે ઠપકો આપતા ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બનાવની વિગત એવી છે કે, સચિન જીઆઇડીસી વિસ્તારની સરદાર નગર સોસાયટીમાં રહેતા સિક્યુરિટીમાં સુપર વાઇઝર અજયકુમાર પ્રસાદની 19 વર્ષીય પુત્રી ખુશ્બુ ગતરોજ સિવણ કલાસમાંથી પરત ઘરે આવતા મોડુ થયું હતું અને જેથી પિતાએ આ બાબતે ઠપકો આપતા ખુશ્બુને માઠું લાગી આવ્યું હતું. જેથી ખુશ્બુ ઘરમાં એકલી હતી ત્યારે ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. સચિન જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application