સુરત જિલ્લાના બારડોલી તાલુકાનાં મઢી-કડોદ રોડ ઉપર સિંગોદ ગામની સીમમાં નહેર નજીક કાર ડિવાઇડર સાથે અથડાતા હતી. કારમાં સવાર બે યુવકોને શરીરે ગંભીર ઇજા પહોચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન એક યુવાનનું મોત નીપજયું હતું.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, બારડોલી તાલુકાનાં રામપુરા ગામના મંદિર ફળિયામાં રહેતા, હેમંતભાઈ વિજયભાઇ પરમાર તેના મિત્ર અજય કનુભાઈ પટેલ (રહે.વશી સ્ટુડિયો,સ્ટેશનરોડ સરદાર બાગ,બારડોલી) સાથે કાર નંબર જીજે/19/એ/9042માં બેસી મઢી ખાતે ગયા હતા અને ત્યાંથી રાત્રિના સમયે પરત ઘરે આવી રહ્યા હતા.
તે દરમિયાન મઢી-કડોદ રોડ ઉપર સિંગોદ ગામની સીમમાં નહેર નજીકથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે હેમંત પરમારે કારના સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવતાં કાર ડિવાઇડર સાથે ભટકાયા બાદ પલ્ટી ગઈ હતી. આ સર્જાયેલા અકસ્માતમાં કારમાં સવાર બંને યુવકોને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં અજય પટેલનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું. બનાવ અંગે બારડોલી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500