સુરત જીલ્લાનાં પલસાણા તાલુકાનાં ગંગાધરા ચાર રસ્તા નજીક રસ્તો ક્રોસ કરી રહેલ યુવકને ટ્રક ચાલકે અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજયું હતું.
પલસાણા તાલુકાનાં સોયાણી ગામે રોયલ રેસિડન્સીમાં રહેતા રવિન્દ્રભાઈ વામનભાઈ પાટીલ(મૂળ.જલગાંવ) છૂટક મજૂરી કામ કરી પોતાનું તથા પરિવારનું ગુજરાન ચલાવે છે. રવિન્દ્રભાઈ બગુમરા ગામે મજૂરી કામ માટે ગયા હતા. જ્યારે તેમનો પુત્ર સંદીપ પાટીલ (ઉ.વ.27) કે જે ગંગાધરા ચાર રસ્તા નજીક રસ્તો ક્રોસ કરી રહ્યો હતો. તે સમયે બારડોલી તરફથી પૂરઝડપે આવી રહેલ એક ટ્રક નંબર જીજે/19/વી/0977ના ચાલકે સંદીપને અડફેટે લીધો હતો. આ અકસ્માતમાં સંદીપને માથાના તેમજ શરીરના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજયું હતું. આ બનાવ અંગે રવિન્દ્રભાઈ પાટીલે ટ્રક ચાલક વિરુદ્ધ પલસાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application