પલસાણા તાલુકાનાં ચલથાણ ગામની સીમમાં નેશનલ હાઈવે નંબર-48 ઉપરથી પસાર થઈ રહેલ મોપેડ સવાર યુવકને એક ટ્રેલરનાં ચાલકે અડફેટે લેતા યુવકનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નીપજયું હતું. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પલસાણા ચાર રસ્તા મેઘા પ્લાઝા ખાતે રહેતા પ્રિતેશ અશોકભાઇ જોષી નાઓ કે જે પલસાણા ડીસ્પેનરીમાં મેલ નર્સ તરીકે નોકરી કરે છે.
જોકે તેઓ રાત્રીનાં સમયે એક્સેસ મોપેડ બાઈક નંબર જીજે/૦૫/કેએક્સ/૫૫૭૩ લઈ ચલથાણ ગામની સીમમાં નેશનલ હાઈવે નંબર-48 ઉપર પ્રિન્સ હોટલ નજીકથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે પૂરઝડપે હંકારી આવેલ એક ટ્રેલર નંબર જીજે/૧૨/બીટી/૮૦૮૫નાં ચાલકે મોપેડને પાછળથી ટક્કર મારી હતી. જોકે સર્જાયેલા આ અકસ્માતમાં મોપેડ સવાર યુવક નીચે પટકાતાં તેને શરીરે ગંભીર ઇજા પહોંચતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. બનાવ અંગે કડોદરા પોલીસે ટ્રેલર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application