Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રામકુંડનાં ઊંડા પાણીમાં નાહવા માટે ઉતરતા યુવકનું ડૂબી જવાથી મોત

  • January 27, 2022 

સુરતનાં માંડવી તાલુકાનાં ઉશ્કેર ગામે આવેલ રામકુંડ મહાદેવ મંદિરે દર્શન કરવા આવેલ સુરતનો યુવક રામકુંડના ઊંડા પાણીમાં નાહવા માટે ઉતરતા તેનું ડૂબી જવાથી મોત નીપજયું હતું. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પાંડેસરા ખાતે દુર્ગાનગરમાં રહેતો અને મૂળ યુ.પી.ના અમેઠી જિલ્લાના અમીયા ગામનો વતની રામ વિનોદ સિંહ કે જે ગતરોજ સુરતનાં માંડવી તાલુકાનાં ઉશ્કેર ગામે રામકુંડ મહાદેવ મદિરે દર્શન કરવા માટે આવ્યો હતો અને દર્શન કર્યા બાદ તે રામકુંડના ઊંડા પાણીમાં નાહવા માટે ઉતર્યો હતો. તે દરમિયાન તેનું ઊંડા પાણીમાં ડૂબી જવાથી મોત નીપજયું હતું. બનાવ અંગે માંડવી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application