સુરત જીલ્લાના પલસાણા તાલુકાનાં બલેશ્વર ગામના હદમાંથી પસાર થતો નેશનલ હાઈવે નંબર-48 ઉપર બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા એક યુવકનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું જ્યારે અન્ય બીજા બાઈક ચાલકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પલસાણા તાલુકાનાં ચલથાણ ગામમાં આવેલ શિવસાઈ રેસીડન્સીમાં રહેતા સચિન ઉર્ફે દાદાભાવ સંતોષ યાદવ (ઉ.વ.25) જે પલસાણા કાલાઘોડા વિકાસ મીલમાં નોકરી કરી ગુજરાન ચલાવે છે. સચિન પોતાની સ્પ્લેન્ડર બાઇક નંબર જીજે/19/એક્યૂ/0617 ઉપર સવાર થઈ બલેશ્વર ગામના હદમાંથી પસાર થતો નેશનલ હાઈવે નંબર-48 ઉપર મુંબઈથી અમદાવાદ તરફ જતાં રોડ ઉપરથી પસાર થઈ રહ્યો હતો. તે સમયે તેણે બાઇક પૂરઝડપે હંકારી અન્ય એક બાઇક સાથે અથડાવી દીધી હતી.
સર્જાયેલા આ અકસ્માતમાં સચિન યાદવને શરીરે ગંભીર ઇજા પહોંચતા તેનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું. જ્યારે અન્ય એક બાઇક ચાલકને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવ અંગે પલસાણા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500