Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રસ્તો ક્રોસ કરી રહેલ યુવકનું ટ્રક અડફેટે મોત

  • March 16, 2021 

સુરત જીલ્લાનાં પલસાણા તાલુકાનાં ચલથાણ વિસ્તારમાં ભીખ માંગી ગુજરાન ચલાવતા યુવકને ટ્રક ચાલકે અડફેટે લેતા તેનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું.

 

 

 

સુત્રો પાસેથી મળતી અનુસાર, પલસાણા તાલુકાનાં ચલથાણ વિસ્તારમાં ઘણા સમયથી ભીખ માંગીને ગુજરાન ચલાવતા પ્રતાપભાઈ ખુખાભાઈ વારેલા (ઉ.વ.40) કે જે બપોરના સમયે ચલથાણ ખાતે મુંબઈથી અમદાવાદ નેશનલ હાઈવે નંબર-48 ઉપર બ્રિજ નજીક રસ્તો ક્રોસ કરી રહયો હતો. તે સમયે દરમિયાન પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી આવેલ એક ટ્રક નંબર જીજે/01/એફઇ/5177ના ચાલકે તેને અડફેટે લીધો હતો.

 

 

 

આ સર્જાયેલા અકસ્માતમાં પ્રતાપભાઈને ગંભીર ઇજા પહોંચતા સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજયું હતું. આ બનાવ અંગે કડોદરા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application