Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રોડ ક્રોસ કરી રહેલ યુવકનું બાઇક અડફેટે આવતાં મોત

  • March 26, 2021 

સુરત જીલ્લાના પલસાણા તાલુકાનાં કણાવ ગામની સીમમાં મલેકપોર રોડ ઉપર એક યુવક રોડ ક્રોસ કરી રહયો હતો. તે સમયે પૂરઝડપે હંકારી આવેલ મોટરસાઈકલના ચાલકે આ યુવકને અડફેટે લેતા શરીરે ગંભીર ઇજા પહોંચતા સારવાર દરમિયાન મોત નીપજયું હતું.

 

 

 

 

સુત્રો પાસેથી મળતી મહિતે અનુસાર, પલસાણા તાલુકાનાં કણાવ ગામે પારસી ફળિયામાં રહેતા કમલેશભાઈ ડાહ્યાભાઇ રાઠોડ (ઉ.વ.44) રાત્રિના સમયે કણાવથી મલેકપોર જતાં રોડ પર મીંઢોળા નદીના પુલ નજીકથી પસાર થઈ રહ્યા હતા. તે સમય દરમિયાન પૂરઝડપે હંકારી આવેલ એક મોટરસાઈકલ નંબર જીજે/21/એજી/3835ના ચાલકે કમલેશભાઈને અડફેટે લીધા હતા.

 

 

 

 

આ સર્જાયેલા અકસ્માતમાં કમલેશભાઈને ઇજા પહોંચતા સારવાર માટે સુરત નવીસિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં યુવકનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું. આ બનાવ અંગે પલસાણા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application