પલસાણા પોલીસને મળેલ બાતમીના આધારે, પલસાણા તાલુકાનાં બગુમરા ગામે એક સોસાયટીના બંધ મકાનમાં વિદેશી દારૂનો મોટો જથ્થો સંતાડવામાં આવ્યો હોવાની બાતમી આધારે પોલીસે રેડ કરી 2.47 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડી એક મહિલા સહિત બે વ્યક્તિને વોંટેડ જાહેર કરવામાં આવ્યા હતા.
પલસાણા પોલીસ પેટ્રોલીંગમાં હતી. તે સમય દમિયાન મળેલ બાતમીના આધારે, પલસાણા તાલુકાનાં બગુમરા ગામે આવેલ મહાદેવ સોસાયટીના વિભાગ નંબર-1 માં મકાન નંબર 402માં વિદેશી દારૂનો મોટો જથ્થો સંતાડવામાં આવેલ હોવાની બાતમી આધારે પોલીસે સ્થળ પર જઇ તપાસ કરતાં મકાન બંધ હાલતમાં હતું. ત્યારે પોલીસે મકાનનું તાળું તોડી મકાનમાં તપાસ કરતાં 2376 નંગ વિદેશી દારૂ તેમજ બીયરના ટીન મળી આવ્યા હતા.
પોલીસે 2.47 લાખનો વિદેશી દારૂનો મુદ્દામાલ કબ્જે કરી મકાનમાં દારૂ સંતાડનાર કમુબેન અવીરચ વસાવા (રહે.પૂણા કુંભારિયા,સુરત) તેમજ સોનું નામના ઈસમ આ ગુનામાં સંડોવાયેલ હોવાથી પલસાણા પોલીસે બંનેને વોંટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500