સુરત જિલ્લાના મહુવા તાલુકાનાં વહેવલ ગામના હદમાંથી પોલીસે વિદેશી દારૂ ભરેલ કાર સાથે એક ઈસમને ઝડપી પાડી કુલ 1.58 લાખનો મુદ્દામાલ કબ્જે કરી એક શખ્સને વોન્ડેટ જાહેર કર્યો હતો.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મહુવા પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન મળેલ બાતમીના આધારે, વહેવલ ગામનાં આશ્રમશાળા નજીક રોડ ઉપર વોચ ગોઠવી હતી. તે દરમિયાન કાર નંબર જીજે/15/ડીડી/3560ને રોકી પોલીસે કારમાં તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂ તેમજ બીયરની કુલ 1056 બોટલ મળી આવી હતી જેની કિંમત રૂપિયા 57,600/-ના જથ્થા સાથે ચાલક કુસુમબેન મહેન્દ્રભાઈ ઉર્ફે ડેગો કાંતુભાઈ પટેલને ઝડપી પાડી કુલ 1.58 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે આ દારૂનો જથ્થો પૂરો પાડનાર અશ્વિનભાઈને વોન્ડેટ જાહેર કરી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application