સુરતનાં બારડોલી તાલુકાનાં વાંકાનેર ગામે રહેતી મહિલાએ કૂવામાં કૂદી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી હતી. જયારે આ મહિલાની માનસિક સ્થિતિ બરોબર ન હોય તેણે સ્યૂસાઇડ નોટ લખી આત્મહત્યા લીધી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, બારડોલીનાં વાંકાનેર ગામે હીરાવાડી ફળિયામાં રહેતા મહેન્દ્રભાઈ રામભાઇ કોળી પટેલની પત્ની સપનાબેન પટેલ (ઉ.વ.45) નાઓની માનસીક સ્થિતી બરોબર ના હતી.
જેથી મહિલાએ સ્યૂસાઇડ નોટ લખી ફળિયામાં ચંદ્રકાંત પટેલના વાડામાં કૂવામાં કૂદી આત્મહત્યા કરી લીધી હતી અને સ્યૂસાઇડ નોટમાં લખ્યું હતું કે, મને મારૂ દુ:ખ સહન ના થવાથી આ પગલુ ભરૂ છુ મને રાતના ઉંઘ આવતી નથી અને આખી રાત જાગ્યા કરૂ છુ. મારી ભુલ ચુક માફ કરજો મુજબનું લખી આ પગલું ભર્યું હતું. બનાવ અંગે પુત્ર જયદીપે બારડોલી પોલીસને જાણ કરતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application