સુરત જીલ્લાના પલસાણા તાલુકાનાં કરાળા ગામે ચલથાણથી ડીંડોલી તરફ જતાં રોડ પરથી ગૌરક્ષકોએ વાછરડી અને વાછરડા ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો હતો જ્યારે ટેમ્પાનો ચાલક સહિત બે વ્યક્તિઓ ભાગી છૂટ્યા હતા. ગૌરક્ષકોએ કડોદરા પોલીસને જાણ કરતાં પોલીસે કુલ રૂપિયા 4.22 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ગૌરક્ષકોની ટીમને મળેલ બાતમીના આધારે, પલસાણા તાલુકાનાં કરાળા ગામની સીમમાં ચલથાણથી ડીંડોલી તરફ જતાં રોડ ઉપર વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળો એક ટેમ્પો નંબર જીજે/05/બીયુ/0324 આવતા તેને રોકવાની કોશિશ કરતા ટેમ્પો ચાલક ટેમ્પો આગળ હંકારી દૂર મૂકી ભાગી છૂટ્યો હતો.
ગૌરક્ષકોએ ટેમ્પાની પાછળના ભાગે તપાસ કરતાં તેમાં ટૂંકા દોરડા વડે તેમજ ઘાસચારાની સગવડ વગર ખીચોખીચ બાંધેલ 4 વાછરડી તેમજ 7 વાછરડા મળી આવ્યા હતા. ગૌરક્ષકોએ આ અંગે પોલીસને જાણ કરતાં કડોદરા પોલીસની ટીમે સ્થળ ઉપર પહોંચી ટેમ્પો તેમજ ગૌવંશ એમ કુલ મળી રૂપિયા 4.22 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ ગૌવંશ સુરત શહેર ખાતે લઈ જવામાં આવી રહ્યા હતા. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500