સુરત જીલ્લાના માંડવી ગામે વશી ફળીયામાં રહેતા 66 વર્ષીય જયંતિભાઈ ફતેસિંગભાઈ ચૌહાણ બપોરના સમયે પોતાની અલ્ટો કાર નંબર જીજે/19/એએમ/116૦માં બારડોલી ખાતે સામાજિક કામ માટે આવ્યા હતા. કામકાજ બાદ બારડોલીના ધુલિયા ચાર રસ્તા પાસે પોંક લેવા જઈ રહ્યા હતા કે તેવા સમયે બારડોલી મીંઢોળા બ્રીજ અને ધુલિયા ચાર રસ્તા વચ્ચે માર્ગ ઉપર પુરઝડપે અને કપરાડાના પાર્સલ ભરી સુરતથી રાયપુર તરફ જવા નીકળેલ આઈસર ટેમ્પો નંબર એમએચ/18/બીજી/8080ના ચાલકે ગફલતભરી રીતે હંકારતા ટ્રકનું સંતુલન નહિ જળવાતા ટ્રક ધડાકાભેર ઘસડાઈને સામેના રોડના ટ્રેક તરફ ચાલી રહેલી મારુતિ અલ્ટો કાર પર આડી પડીને ઉંધી વળી જતા કારનો ભુક્કો બોલાયી ગયો હતો. આ ગંભીર અકસ્માતમાં કારમાં બેઠેલા ચાલક જયંતિભાઈ ચૌહાણ દબાઈ ગયા હતા અને અનેક લોકોની હાજરી વચ્ચે સર્જાયેલા આ અકસ્માતથી આસપાસના લોકો દોડી આવ્યા હતા.
ત્યારબાદ દોડી આવેલા લોકોએ તુરંત અલ્ટો કારમાં બેઠેલા ચાલક જયંતિભાઈને બહાર કાઢતા તેઓ જમણા ખભા ઉપર મામુલી ઈજા પહોચી હતી. તે સિવાય અન્ય કોઈ ગંભીર ઈજાઓ પહોંચી ન હતી ઘવાયેલા જયંતિભાઈને તાત્કાલિક સરદાર હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા.
આ ઘટનાની બારડોલી પોલીસને જાણ થતા ઇન્ચાર્જ પી.આઈ. પી.જે.પંડ્યા સહીત પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ક્રેનની મદદથી ટ્રકને રસ્તા ઉપરથી દુર કરી વાહનવ્યવહાર ચાલુ કરાવી તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application