Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ટ્રક માંથી રૂપિયા 8.16 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો

  • January 29, 2021 

કડોદરા જીઆઈડીસી પોલીસ રાત્રે પેટ્રોલિંગમાં હતી તે સમયે મુંબઈથી અમદાવાદ તરફ જતા નેશનલ હાઈવે નંબર 48 ઉપર આવેલા ચલથાણ ગામની હદમાંથી પોલીસને શંકાસ્પદ જણાતી એક ટ્રક નંબર એમએચ/04/સીજી/3953 જોવા મળતા પોલીસે ઈશારો કરી ટ્રક રોકવા કોશિશ કરી હતી.

 

 

પરંતુ ટ્રક ચાલકે ઝડપથી ટ્રક હંકારી જતા પોલીસ ટીમે તેનો પીછો કર્યો હતો. તે દરમિયાન ચલથાણ રેલ્વે ઓવર-બ્રીજ નજીક ચાલકે ટ્રક થોભાવી ચાલક તથા ક્લીનર ભાગી ગયા હતા. ત્યારબાદ પોલીસે ટ્રકની તલાશી લેતા ટ્રકના પાછળના ભાગમાંથી ઈંડા મુકવાની ખાલી ટ્રેની આડમાં સંતાડીને લઈ જવાતો કુલ 180 પેટી ભરેલો 6 હજાર બોટલો જેની કીંમત રૂપિયા 8.16 લાખનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

 

 

પોલીસે ટ્રક સહીત ટ્રક માંથી મળી આવેલો એક મોબાઈલ, ટ્રકના દસ્તાવેજો, તથા  કુલ દારૂનો જથ્થો મળી રૂપિયા 17.21 લાખનો મુદ્દામાલ જપ્ત કરી દારૂ મંગાવનાર તથા લઈ જનારને વોન્ડેટ જાહેર કર્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application