સુરતનાં મહુવા તાલુકાનાં કાની ગામે આવેલ આટીયા ફળિયામાં નજીવી બાબતે બે પરિવારો વચ્ચે ઝઘડો થયી હતો. જોકે બાળક આંગણામાં રમવા જતાં પાડોશીએ વૃદ્ધ સાથે બોલાચાલી કરી એક યુવક ઉપર પથ્થર વડે હુમલો કરી ઇજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપતા પોલીસમાં ફરિયાદ નોંધાય હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, મહુવાનાં કાની ગામે આટીયા ફળિયામાં રહેતા ઉદયકુમાર દિલીપભાઇ રાઠોડ (ઉ.વ.33) નાઓ મજૂરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે અને તેઓ રવિવારે સવારે 9 વાગ્યાના અરસામાં ઘરે હાજર હતા.તે સમયે તેમનો 7 વર્ષીય પુત્ર ઘરના આંગણામાં રમવા માટે ગયો હતો તે દરમિયાન રતિલાલભાઈ માવજીભાઇ રાઠોડ નાએ ઉદયકુમારના પિતાજી દલપતભાઈ સાથે બોલાચાલી કરી ઝપાઝપી કરી રહયો હતો જેથી ઉદયકુમાર છોડાવવા જતાં રતિલાલ રાઠોડ નાએ અપશબ્દો બોલી પથ્થર વડે હુમલો કરી માથાના ભાગે ઇજા પહોંચાડી હતી અને કહેવા લાગ્યો હતો કે, તમારો છોકરો આંગણામાં રમશે તો હજુ તમને માર મારીશ અને જાનથી મારી નાંખવાની ધમકી આપી જતો રહયો હતો. ઉદયકુમારને ઇજા પહોંચતા સારવાર માટે મહુવા સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. બનાવ અંગે મહુવા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application