Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કામરેજના નનસાડ ગામમાં પાર્ક કરેલ કાર ચોરી થતા પોલીસ ફરિયાદ

  • March 26, 2021 

સુરત શહેર ખાતે રહેતા અને કાપડનો વેપાર કરતો યુવક કામરેજના નનસાડ ખાતે તેના મિત્રને ત્યાં ગયો હતો અને જ્યાં રાત્રિ રોકાણ કર્યું હતું તે સમયે સોસાયટીની બહાર પાર્ક કરેલ 2.50 લાખની કિંમતની કાર રાત્રિ દરમિયાન કોઈ અજાણ્યા તસ્કરો ચોરી કરી ગયા હતા.

 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સુરત શહેરના સરથાણા જકાતનાકા ખાતે સંકલ્પ એપાર્ટમેંટમાં રહેતા નરેન્દ્રભાઈ દેવશીભાઈ ચોવટીયા જે પલસાણા તાલુકાનાં જોળવા ખાતે કાપડનું કારખાનું ચલાવે છે અને જે પોતાની કાર નંબર જીજે/05/સીપી/1525 લઈ કામરેજના નનસાડ ગામે આવેલ મારુતિ વિલા સોસાયટીમાં રહેતા મિત્ર હિતેશના ઘરે વેપારના કામ અર્થે ગયા હતા અને તેમણે તેમની કાર સોસાયટીની વાડી નજીક મેઇન રોડ ઉપર પાર્ક કરી હતી અને બીજા દિવસે કામ અર્થે સેલવાસ જવાનું હોવાથી તેઓ મિત્રને ત્યાં જ રાત રોકાયા હતા અને રાત્રિના સમયે કોઈ અજાણ્યા તસ્કરો 2.50 લાખની કિંમતની કારની ચોરી કરી ભાગી ગયા હતા. આ બનાવ અંગે કામરેજ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application