સુરતના સુમુલડેરી રોડ પર આવેલ સરદાર નગરમાં રહેતો અનાજવાલા પરિવાર ગતરોજ રાત્રીના સમયે ઘરમાં ઉપરના રૂમમાં સૂતો હતો ત્યારે કોઇ અજાણ્યા ચોર ઇસમોએ તેમના મકાનને નિશાન બનાવી તસ્કરોએ રસોડાની બારીમાં કોઇ સાધન વડે નાનું બાકોરું પાડી સ્લાઇડિંગ બારી ખોલી અંદર પ્રવેશ્ય હતા. બાદમાં તસ્કરો મકાનમાં પ્રવેશી નીચેના રૂમમાં કબાટમાં મુકેલા રોકડા રૂપિયા તથા અલગ-અલગ ઝવેરાત મળી કુલ ૫૨ હજારનો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઇ ગયા હતા. બનાવને પગલે ભોગ બનનારે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ઘરફોડ ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સુમુલ ડેરી રોડ પર આવેલ સરદાર નગર સોસાયટીમાં રહેતા કિશોરભાઇ નટવરભાઇ અનાજવાલા (ઉ.વ.૫૨) ગતરોજ તેના પરિવાર સાથે મકાનમાં ઉપરના બેડરૂમમાં સુતા હતા. ત્યારે રાત્રીના ૧થી સવારના ૬.૩૦ વાગયાના અરસામાં કોઇ અજાણ્યા ચોર ઇસમોએ તેમના મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ ઘરના ભોયતળીયે આવેલ રસોડાની બારીની જાળીમા કોઇ સાધન વડે નાનુ બાકોરૂ પાડી સ્લાઇડીંગ બારી ખોલી રસોડામા પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ તસ્કરો રસોડા વાટે બેઠકખંડમા જઇ બેઠકખંડમા રાખેલ બે તીજોરીમાંની એક તીજોરીમા અંદરના ખાનામા રાખેલ સોના-ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા ૪૦૦૦ મળી કુલ રૂપિયા ૫૨,૪૨૨/-ની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. બનાવને પગલે સવારે કિશોરભાઇને જાણ થતા તેઓએ આ મામલે મહિધરપુરા પોલીસને જાણ કરી હતી. મહિધરપુરા પોલીસે કિશોરભાઇની ફરિયાદ લઇ અજાણ્યા ચોર ઇસમો સામે ઘરફોડ ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application