Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ટેક્ષટાઈલ માર્કેટના વેપારી સાથે દંપતિ દ્વારા છેતરપિંડી કરાતા ગુનો દાખલ

  • September 08, 2021 

સુરતના રિંગરોડ કોહિનુર ટેક્ષટાઈલ માર્કેટમાં દુકાન ધરાવતા ભુતડા બંધુઓ પાસેથી કુલ રૂપિયા ૨૦.૯૯ લાખનો સાડીનો માલ ખરીદ્યા બાદ અંબાજી ટેક્ષટાઈલ માર્કેટના અગ્રવાલ દંપતિએ પેમેન્ટ નહી ચુકવી ઉપરથી ઉઘરાણી કરતા હવે પછી પૈસાની ઉઘરાણી કરી તો તારા હાથ ટાટીયા તોડાવી જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી છેતરપિંડી કરી હતી.

 

 

 

 

 

 

સલાબતપુરા પોલીસના જણાવ્યા મુજબ, ભટાર રોડ મંગલદિપ એપાર્ટમેન્ટમાં રહેતા હરિકિશન છગનલાલ ભૂતડા રિંગરોડ કોહિનુર ટેક્ષટાઈલ માર્કેટમાં રાજકુંવર ફેશનના નામે દુકાન ધરાવ છે. હરિકિશન પાસેથી અને  શ્રેષ્ઠ ક્રિએશનના નામે ધંધો કરતા તેના ભાઈ કમલ રતચન ભુતડા પાસેથી ગત તા.૧૪ એપ્રિલ ૨૦૧૯ થી ૪ મે ૨૦૧૯ દરમિયાન રિંગરોડ અંબાજી ટેક્ષટાઈલ માર્કેટમાં ગુંજન ફેબ્રિક્સના દિપેશ અગ્રવાલ અને ખનક ડિઝાઈનરના નામે દુકાન ધરાવતી તેની પત્ની શ્રુતિ અગ્રવાલે કુલ રૂપિયા ૨૦,૯૯,૯૬૬/-નો સાડીનો માલ ખરીદ્યો હતો અને નક્કી કરેલ સમય મર્યાદામાં પેમેન્ટ નહી આપતા હરિકિશને ઉઘરાણી કરતા શરુઆતમાં પૈસાની સગવડ નથી હજુ થોડા સમય રાહ જાવો હાલ મંદી ચાલે છે. હું પેમેન્ટ ચુકવી આપીશ તેવા અલગ-અલગ બહાના કાઢી ત્યારબાદ એકદમ ઉશ્કેરાઈને હવે પછી પેમેન્ટની માંગણી કરવી નહી અને બીજી વખત અહી પેમેન્ટ લેવા આવવુ નહી, નહી તો હાથ ટાટીયા તોડાવી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જેતે સમયે હરીકિસન ગભરાય ગયા હોવાથી ત્યાંથી ચાલ્યા ગયા હતા અને થોડા દિવસ બાદ પરત ઉઘરાણી કરવા માટે દુકાને જતા દુકાન બંધ અન્ય જગ્યાએ દુકાન શરુ કરી પેમેન્ટ નહી આપી છેતરપિંડી કરી હતી. બનાવ અંગે પોલીસે હરિકિશન ભૂતડાની ફરિયાદ લઈ અગ્રવાલ દંપતિ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application