કામરેજનાં માંકણા ગામે એક યુવકે ફળિયામાં રહેતા આધેડ ઉપર કુહાડી વડે હુમલો કરતાં ચકચાર મચી ગઈ છે. જયારે પુત્ર સાથે થયેલ ઝગડાની અદાવત રાખી યુવાને આધેડને માથામાં તેમજ ગાળાના ભાગે કુહાડીના ઘા મારી ઇજા પહોંચાડી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, કામરેજ તાલુકાનાં માંકણા ગામે નહેર ફળિયામાં રહેતા રમેશભાઈ વનમાળીભાઈ રાઠોડ કે જેઓ કામરેજ શુભમ મંડપ સર્વિસમાં મેનેજર તરીકે નોકરી કરે છે. જોકે તેઓ ઘરે હાજર હતા અને બપોરના ત્રણેક વાગ્યાની આસપાસ તેઓ ઘરમાં સૂતા હતા.
તે સમયે ફળિયામાં જ રહેતો સુનિલ મોહનભાઈ રાઠોડ કુહાડી લઈ આવી રમેશભાઈને માથામાં તેમજ ગાળાના ભાગે કુહાડીના ઘા મારી ઇજા પહોંચાડી હતી. તેમજ બે દિવસ અગાઉ રમેશભાઈનો નાનો પુત્ર નિતિન અને સુનિલ વચ્ચે બોલાચાલી ઝગડો થયો હતો. જે વાતની અદાવત રાખી સુનિલે રમેશભાઈ ઉપર હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્ત રમેશભાઈને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બનાવ અંગે ઇજાગ્રસ્ત રમેશભાઈના મોટા પુત્ર વિપુલે કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application