ઉધના રોડ નંબર-ઝીરો વાસુદેવ કોમ્પ્લેક્ષમાં આવેલ સોનુ મોબાઈલની દુકાનમાં શટરનું લોક તોડી અંદર ત્રાટકેલા તસ્કરો અલગ-અલગ કંપનીના ૩૭ મોબાઈલ મળી કુલ રૂપિયા ૫.૪૯ લાખના મતાની ચોરી કરી નાસી ગયો હતો
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ડિંડોલી નવાગામ શિવહિરાનગર ખાતે રહેતા આશિષ અમરનાથ મોર્યા (ઉ.વ.૩૦) ઉધના રોડ નંબર ઝીરો ખાતે વાસુદેવ કોમ્પ્લેક્ષમાં સોનુ મોબાઈલના નામે દુકાન ધરાવે છે. તે દરમિયાન ગત તા.૦૨જી સપ્ટેમ્બરના રોજ રાત્રે અજાણ્યાઓએ આશિષભાઈની દુકાનને નિશાન બનાવ્યો હતો. દુકાનના શટરનો લોક તોડી શટર ઉંચુ કરી અંદર ઘુસેલા અજાણ્યાએ અલગ-અલગ કંપનીના મોબાઈલ નંગ-૩૭ મળી કુલ રૂપિયા ૫,૪૯,૦૪૯/-ના મતાની ચોરી કરી નાસી ગયો હતો. બનાવ અંગે આશિષભાઈએ પોલીસને જાણ કરતા ઉધના પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આશિષભાઈની ફરિયાદ લઈ આગળ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application