સુરતના પુણા ગામ બુટભવાની પાસે આવેલ ઓમ સાંઈ મોબાઈલની દુકાનમાંથી રૂપિયા ૨૧,૫૦૦/-ની કિંમતનો મોબાઈલ ખરીદ્યા બાદ બે ઠગબાજાએ ઓનલાઈન પેમેન્ટ કયું હોવાનો ખોટો મેસેજ બતાવી છેતરપિંડી કરી હોવાની ફરિયાદ પોલીસમા નોધાઈ હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ડિંડોલી સાંઈનાથ સોસાયટીમાં રહેતા રાજુભાઈ કિશનભાઈ સાળી (ઉ.વ.૨૯) પુણાગામ બુટભવાની શીવ કોમ્પ્લેક્ષમાં ઓમ સાંઈ મોબાઈલના નામે દુકાન ધરાવે છે. રાજુભાઈ ગત તા.૨૯ ઓગસ્ટના રોજ દુકાને હતા. તે વખતે બે અજાણ્યાઓ દુકાનમાં મોબાઈલ ખરીદવા માટે આવ્યા હતા અને રૂપિયા ૨૧,૫૦૦/-ની કિંમતનો ઓપો કંપનીનો મોબાઈલ ખરીદી કરી ઠગબાજાએ ઓનલાઈન પેમેન્ટ ચુકવાની વાત કરી ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કર્યા હોવાનુ કહ્યું હતુ અને મોબાઈલમાં પૈસા ક્રેડિટ થયા હોવાનો મેસેજ પણ આવ્યો હતો.
જોકે, ત્યારબાદ ખાતામાં કોઈ રૂપિયા ક્રેડીટ થયા ન હોવાનુ બહાર આવતા રાજુભાઈને ખ્યાલ આવી ગયો કે અજાણ્યાઓ ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કર્યા હોવાનો ખોટો મેસેજ બતાવી ઠગાઈ કરી છે જેથી રાજુભાઈ એ પુણા પોલીસે મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500