સુરતના રિંગરોડ સ્થિત સુરત ટેક્ષટાઈલ માર્કેટ અને એમ.જી માર્કેટની વચ્ચે આવેલ રાજકુમાર પેટ્રોલપંપ વાળી સુરત મહાનગરપાલિકાની જગ્યામાં કોન્ટ્રાકટરના માણસોએ ગેરકાયદે કબ્જા કરી પાલિકાના પે-એન્ડ પાર્કિંગના નામે વાહન ચાલકો પાસેથી નાણા ખંખેરતા હોવાનું કોભાંડ બહાર આવતા ચકચાર મચી છે. ટોળકીએ વાહન ચાલકોને પાર્કિંગની ડુપ્લીકેટ રસીદ પણ આપતા હતા. બનાવ અંગે પાલિકાના ટાઉન આસીસ્ટન્ટ ટાઉન પ્લાનરે ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોનમાં આસીસ્ટન્ટ ટાઉન પ્લાનર તરીકે ફરજ બજાવતા કેતનકુમાર કિશનભાઈ પટેલ (ઉ.વ.૩૫., રહે.જાશ્મિન-૩ આગમ હાઈટ્સ, સરથાણા) એ ગતરોજ ઉત્કર્ષ અજય પાંડે (રહે.અંબિકા ટાઉનશીપ,ડિંડોલી), દિપક નારાયણ મિશ્રા (રહે. ગોવિંદ નગર, ગોડાદરા) અને આર.કે.સિંહ (રહે.કેસર ભવાની સોસાયટી,ગોડાદરા) સામે ફરિયાદ નોંધાવી હતી. આરોપીઓએ સુરત મહાનગરપાલિકાની રિંગરોડ સ્થિત સુરત ટેક્સટાઈલ માર્કેટ અને એમ.જી માર્કેટ વચ્ચે પાર્કિંગની જગ્યા આવેલી છે આ જગ્યા ઉપર આરોપીઓએ ગેરકાયદે પ્રવેશ કરી પે-ઍન્ડ પાર્કિંગની બનાવટી ચલણ બુક બનાવી વાહન ચાલકોને પોતે પાલિકાના પે-ઍન્ડ પાર્કિંગના અધિકુત માણસો હોવાનું કહી નાણા ખંખેરી તેમને બનાવટી રસીદ આપતા હતા. રિંગરોડ ખાતે પાલિકાના નામે પાર્કિંગના જગ્યામાં પે-ઍન્ડ પાર્કિંગના નામે વાહન ચાલકો પાસેથી નાણા લૂંટવામાં આવતા હોવાનુ બહાર આવતા ચરચાર મચી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500