સુરતનાં પલસાણા તાલુકાનાં વણેસા ગામે ખેતરમાં કામ કરી રહેલ આધેડ મીંઢોળા નદીના પાણીમાં ડૂબ્યો હતો. ઘટનાની જાણ થતાં જ બારડોલી ફાયર વિભાગની ટીમ સ્થળ ઉપર પહોચી નદીના પાણીમાંથી આધેડને બહાર કાઢ્યો હતો. જોકે, પાણીમાં ડૂબી જવાથી તેનું મોત નીપજયું હતું. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રાપ્ત માહિતી મુજબ પલસાણાનાં પિસાદ ગામે 54 ગાળા ફળિયામાં રહેતા સુરેશભાઈ રતનભાઈ રાઠોડ (ઉ.વ.58) કે જે મજૂરી કામ કરી ગુજરાન ચલાવે છે.
જોકે તેઓ સવારે વણેસા ગામે રહેતા દીપેશભાઈ રમણભાઈ પટેલના ખેતરમાં મજૂરી કામ અર્થે ગયા હતા અને તેઓ ખેતરમાં મજૂરી કામ કરી રહયા હતા. તે સમયે ખેતરમાં લગાવેલ મોટરમાં પાણી ઓછું આવતું હોય મોટરમાં કચરો આવી ગયેલાનું જણાતા સુરેશભાઇ ખેતરની બાજુમાંથી પસાર થતી મીંઢોળા નદીમાં ઉતર્યા હતા અને મોટરમાં કચરો સાફ કરી રહયા હતા.
તે સમયે તેઓ પાણીમાં ડૂબી ગયા હતા. ઘટના અંગે ખેડૂતના પુત્રએ બારડોલી ફાયર વિભાગને જાણ કરતાં તેઓ સ્થળ ઉપર પહોંચી મીંઢોળા નદીમાં શોધખોળ કરતાં સુરેશભાઇનો મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. સુરેશભાઇનું પાણીમાં ડૂબી જતાં મોત થયું હતું. બનાવ અંગે પલસાણા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationહવામાન વિભાગે આગામી ચાર દિવસ ગરમીને લઈને હિટવેવની આગાહી કરી
April 06, 2025