સુરતનાં કામરેજ તાલુકાનાં નવી પારડી ગામની સીમમાં હંસરાજ ફાર્મ હાઉસ નજીક ત્રણ રસ્તા પાસે મોપેડ પર ગૌમાંસ લઈને પસાર થતાં એક શખ્સને કામરેજ પોલીસે ઝડપી પાડ્યો હતો અને પકડાયેલ શખ્સ છૂટકમાં વેચાણ કરવા માટે ગૌમાસ અંકલેશ્વર તાલુકાનાં ખરોડ ગામે રહેતા એક શખ્સ પાસે લાવ્યો હતો. આમ, પોલીસે કુલ રૂપિયા 19,650/-નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, કામરેજ પોલીસ સ્ટાફના માણસોને બાતમી મળતા તેમણે નવીપારડી ગામની સીમમાં વોચ ગોઠવી હતી.
તે દરમિયાન એક મેસ્ટ્રો મોપેડ નંબર જીજે/16/બીજે/4231 ઉપર એક શખ્સ આવતા તેને અટકાવવાની કોશિશ કરી હતી પરંતુ તે મોપેડ લઈ ભાગવા લાગ્યો હતો જેથી પોલીસે તેનો પીછો કરી નવીપારડીથી લીમોદરા ગામ તરફ જતાં રોડ ઉપર હંસરાજ ફાર્મહાઉસ નજીક તેને અટકાવ્યો હતો અને મોપેડની આગળના ભાગે કાળા કલરની કોથળીમાં તપાસ કરતાં 31 કિલો જેટલું ગૌમાસ મળી આવ્યું હતું.
આમ, પોલીસે ગૌમાસ સાથે યાકુબ મુસા ભોલાત (રહે.હથુરણ ગામ, ઈદગાહફળિયું, માંગરોળ) નાને ઝડપી પાડ્યો હતો અને પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યુ હતું કે, છૂટકમાં વેચાણ કરવા માટે આ ગૌમાંસ અંકલેશ્વર તાલુકાનાં ખરાડ ગામે રહેતા અબ્દુલ સમદ ચૌધરી પાસેથી તે લાવ્યો હતો. આમ, પોલીસે અબ્દુલ ચૌધરીને વોન્ટેડ જાહેર કરી કુલ રૂપિયા 19,650/-નો મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500