કોસંબા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલ બાતમીનાં આધારે, મુંબઈથી અમદાવાદ તરફ જતો નેશલન હાઈવે નંબર-48 ઉપર આવેલી એક હોટલના કમ્પાઉન્ડમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલ ટ્રક ઉભી હોવાની બાતમી મળી હતી.
પોલીસને મળેલ બાતમી મુજબ હાઈવે પર આવેલ રામદેવ હોટલના કમ્પાઉન્ડમાં રેડ કરી હતી. ત્યારબાદ ત્યાં તપાસ કરાતા હરિયાણા પાસીંગની ટ્રક નંબર એચઆર/61/બી/9011માં તપાસ હાથ ધરતા તેમાં 28 જેટલા પતરાના પીપડા મળી આવ્યા હતા અને સાથે ટ્રકમાંથી ભારતીય બનાવટનો પરપ્રાંતીય દારૂ મળી આવ્યો હતો. પોલીસે કાચની તેમજ પ્લાસ્ટિકને નાની-મોટી 22,7,63 બોટલો મળી મળી આવી હતી જેની કીંમત રૂપિયા 28,45,200/- હતી આ સાથે જ પોલીસે 10 લાખની ટ્રક તેમજ રોકડા રૂપિયા 21,880/- એમ કુલ મળી 38.79 લાખનો મુદ્દામાલ સાથે પોલીસે ટ્રક ચાલક સુરેન્દ્ર રધુવીર ચમાર(ઉ.વ.27)ની પ્રોહીબીશન એક્ટ હેઠળ અટક કરી હતી.
પોલીસે તેની પૂછપરચ કરતા ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો હરિયાણાથી ભરાવી આપનાર સંદીપસિંહ સુંદરસિંહ તેમજ સંતોષનો હોનાનું જણાવ્યું હતું. પોલીસે આ બંને આરોપીને વોન્ડેટ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500