Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કાર માંથી વિદેશી દારૂની 502 બોટલ સાથે એક ઈસમ ઝડપાયો

  • March 22, 2021 

સુરત ગ્રામ્ય એલ.સી.બી. પોલીસને મળેલ બાતમીના આધારે, બારડોલી પલસાણા નેશનલ હાઈવે ઉપરના મીંઢોળા ઓવરબ્રીજ પાસે વોચ ગોઠવી ઉભેલી પોલીસે નંદુરબારથી વાયા વ્યારા, બાજીપુરા, બારડોલી રસ્તા પરથી સુરત જવા નીકળેલ ટાટા નેનો કાર નંબર જીજે/19/એએ/1304ને આવતા જોઈ પોલીસે કારને ઉભી રાખી કારની તપાસ હાથ ધરતા કારમાંથી વિદેશી દારૂની નાની-મોટી 502 નંગ બોટલો મળી આવી હતી, જેની કીંમત રૂપિયા 41,500/-નો જથ્થો મળી આવ્યો હતો.

 

 

 

પોલીસ ટીમે ચાલક સુરજ રાજેન્દ્રભાઈ મિસ્ત્રીની અટક કરી રોકડ રૂપિયા 720/- તથા વાહનની કીંમત રૂપિયા 50 હજાર મળી કુલ રૂપિયા 92,220/-નો મુદ્દામાલ જપ્ત કરી જરૂરી કાર્યવાહી સાથે વધુ તપાસ બારડોલી પોલીસ મથકે સુપ્રત કરી હોવાનું જાણવા મળે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application