સુરતનાં માંડવી તાલુકાનાં અરેઠ ગામની સીમમાં કીમ-માંડવી રોડ ઉપર શેરડીના ભારા પડ્યા હતા. જેથી ત્યાંથી બાઇક ઉપર પસાર થઈ રહેલ દંપતીએ આ શેરડીના ભારા રસ્તા ઉપર જોતાં વાહન ઊભું રાખ્યું હતું અને બાઇક ચાલક આ શેરડીના ભારા ખસેડી રહ્યો હતો. તે સમયે પૂરઝડપે આવી રહેલ એક કારના ચાલકે તેને અડફેટે લેતા તેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, માંડવીનાં વદેશિયા ગામે ઉપલું ફળિયુંમાં રહેતા લાલજીભાઇ ભિખાભાઈ ચૌધરી (ઉ.વ.48) કે જેઓ અરેઠ બૌધાન ત્રણ રસ્તા પાસે ચાઇનીઝની દુકાન ચલાવે છે અને જે ગત તા.17 ડિસેમ્બરના રોજ તેઓ મોટરસાયકલ નંબર જીજે/19/એબી/3408 ઉપર સવાર થઈ પત્ની સાથે દુકાને પહોંચ્યા હતા.તે સમયે અરેઠ ગામની સીમમાં રોડ ઉપર શેરડીના ભારા પડ્યા હતા. જેથી લાલજીભાઈએ મોટરસાઈકલ ઊભી રાખી હતી અને આ શેરડીના ભારાના કારણે કોઈ અકસ્માત થશે જેથી તેઓ શેરડીના ભારા દૂર કરી રહયા હતા. તે સમયે પૂરઝડપે અને ગફલતભરી હંકારી લાવી આવેલ એક મારુતિ વાન નંબર જીજે/19/એએમ/2829ના ચાલકે લાલજીભાઇને અડફેટે લીધા હતા. જોકે સર્જાયેલા આ અકસ્માતમાં લાલજીભાઇને શરીરે ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું. બનાવ અંગે માંડવી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application