Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મારુતિ ફન્ટી માંથી દારૂનાં જથ્થા સાથે અરેઠ ગામનો ઈસમ ઝડપાયો

  • May 21, 2022 

મનિષા સુર્યવંશી/વ્યારા : માંડવીનાં તડકેશ્વર ગામની સીમમાં આવેલ મોટી કેનાલ પાસેનાં કાચા રીઓદ ઉપરથી પોલીસે દારૂનાં જથ્થાના સગેવગે કરતા એક ઈસમને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, સુરત એલસીબી પોલીસ સ્ટાફનાં માણસો માંડવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુરુવારનાં રોજ રાત્રીનાં સમયે ખાનગી વાહનોમાં બેસી પેટ્રોલીગમાં હતા.



તે દરમિયાન ફરતા ફરતા કરંજ ગામ પાસે આવતાં ખાનગી રહે બાતમી મળી હતી કે, અરેઠ ગમે રહેતો કમલેશભાઈ ખાનસીંગભાઈ ગામીત (રહે.અરેઠ ગામ, તા.માંડવી) નાનો પોતાના કબ્જાની મારુતિ ફન્ટી 800 ગાડી નંબર GJ/03/DD/2956માં વિદેશી દારૂનો જથ્થો ભરી તડકેશ્વર ગામની સીમમાં મોટી કેનાલ પાસે આવેલ કાચા રોડ ઉપર સગેવગે કરવાની પેરવીમાં છે.



જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફનાં માણસો ખાનગી વાહનમાં બેસી કરંજ ગામેથી નીકળી બાતમી વાળી જગ્યા પર પહોંચતા બાતમી વાળી મારુતિ ફન્ટી ગાડી પાસે કમલેશભાઈ ગામીત મળી આવ્યા હતા. ત્યારબાદ પોલીસે તપાસ કરતા ગાડી માંથી વિદેશી દારૂ તથા દેશી દારૂની કુલ 624 નંગ બાટલીઓ મળી આવી હતી જેની કિંમત રૂપિયા 60,000/- હતી.



આમ, પોલીસે દારૂનો જથ્થો અને ગાડી મળી કુલ રૂપિયા 1,50,000/-નો મુદ્દામાલ કબ્જે કરી ઝડપાયેલ વસંત ગામીત વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application