Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

હોટલનાં કમ્પાઉન્ડમાં પાર્ક કરેલ ટ્રક માંથી વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો મળ્યો

  • January 27, 2022 

સુરતનાં માંગરોળ તાલુકાનાં મહુવેજ ગામની સીમમાં આવેલ આશીર્વાદ હોટલના કમ્પાઉન્ડ માંથી કોસંબા પોલીસે વિદેશી દારૂ ભરેલ એક ટ્રક ઝડપી પાડી હતી અને ટ્રક માંથી 24.73 લાખનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ટ્રક તેમજ વિદેશી દારૂ મળી કુલ રૂપિયા 34.79 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ટ્રકના ચાલકને વોન્ટેડ જાહેર કર્યો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, કોસંબા પોલીસ સ્ટાફના માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી કે, મહુવેજ ગામની સીમમાં મુંબઈથી અમદાવાદ તરફ જતાં નેશનલ હાઈવે નંબર-48 ઉપર આવેલ આશીર્વાદ હોટલના કમ્પાઉન્ડમાં પહોંચ્યા હતા. જ્યાં તેઓને બાતમી મુજબનો એક ટ્રક નંબર એમએચ/04/જેયુ/8621 જોવા મળી હતી.પરંતુ ટ્રકનો ચાલક ત્યાં હાજર મળી આવ્યો ન હતો જોકે કોસંબા પોલીસે ટ્રકની પાછળના ભાગે તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂની કુલ 17388 નંગ બોટલ મળી આવી હતી જેની કિંમત રૂપિયા 24,73,200/- હતી તેમજ ટ્રક માંથી 1 નંગ મોબાઈલ અને રોકડા 6,070/- મળી કુલ રૂપિયા  34,79,770/-નો મુદ્દામાલ કબ્જે કરી ટ્રકના ચાલક અલ્લારખા તમાસી ખાનને વોન્ટેડ જાહેર કરી કોસંબા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application