મુળ ઓરિસ્સા રાજ્યના ગંજામ જિલ્લાનો વતની કબીરાજ પુનિયા પ્રધાન (ઉ.વ.48) હાલમાં ઓલપાડના દેલાડ ગામની સીમમાં આવેલા શિવશક્તિ ઇન્ડસ્ટ્રીઝનાં ગણેશ કોમ્પ્લેક્ષમાં રહી ત્યાં ટેક્ષ્ટાઇલ યુનિટમાં કામ કરતો હતો. કબીરાજ પ્રધાન ગત તારીખ 30નાં રોજ બપોરે 1.30 કલાકે આ કોમ્પ્લેક્ષની નીચે આવેલા યોગેશભાઈની દુકાનની બાજુનો દાદર ચઢી રહ્યો હતો. તે સમયે અચાનક તેનો પગ લપસી પડતા તેને માથા તથા બંને ગંભીર ઈજા થઈ હતી. જેથી તેને સારવાર અર્થે સાયણ ખાતેના સરકારી દવાખાનામાં લાવવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે કબીરાજ પ્રધાનને તપાસી મૃત જાહેર કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application