Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પીપોદરા જીઆઈડીસીમાં યાર્નના વેસ્ટેજ ગોડાઉનમાં ભીષણ આગ

  • March 20, 2021 

સુરત જીલ્લાના માંગરોળ તાલુકાની પીપોદરા જી.આઈ.ડી.સી.માં એક કંપનીમાં આગની ઘટના બની છે. જી.આઇ.ડી.સી.માં આલ્ફા ફાઈબર નામના યાર્નના વેસ્ટેજ ગોડાઉનમાં એકાએક આગ લાગી ઉઠી હતી. અને જોત-જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા મોટા ભાગનો યાર્નનો જથ્થો આગની ઝપેટમાં આવી ગયો હતો અને આગ જોત-જોતમાં કંપનીના ગોડાઉન સહિતના વિસ્તારોમાં પ્રસરતા આગ વધુ વિકરાળ બનતા અફરા-તફડીનો માહોલ સર્જાયો હતો.

 

 

 

 

આ ઘટના અંગે ફાયર-બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર-બ્રિગેડની ફાઇટર ટીમ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લેવાના પ્રયાસ હાથ ધર્યા હતા અને ભારે જહેમદ બાદ આગ કાબુમાં આવી હતી. આગની ઝપેટમાં મોટા ભાગનો ગોડાઉનમાં રાખેલ યાર્નનો જથ્થો બળીને ખાખ થઈ જતાં લાખો રૂપિયાના નુકશાનની થઈ હોવાનું બહાર આવ્યું.(ફાઈલ ફોટો)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application