Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ફર્નિચરનાં કારખાનામાં ભીષણ આગ લાગતાં લોકોમાં અફડાતફડી મચી

  • February 27, 2021 

સુરત શહેરનાં વેડરોડ વિસ્તારમાં આવેલા ફર્નિચરના કારખાનમાં મોડી રાત્રે આગ ભડકી ઉઠી હતી. કારખાનામાં લાકડાનો જથ્થો હોવાને કારણે આગે તરત જ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આખા કારખાનામાં આગ ફેલાઈ ગઈ હતી. આગ લગતા જ ત્યાં કામ કરી રહેલા કારીગરો તેમજ અન્ય લોકોમાં અફડાતફડી મચી ગઈ હતી. કારખાનામાં લાગેલી આગ જોઈ લોકો ઘબરાઈ ગયા હતા.

 

 

 

વેડરોડ પંડોળ સ્થિત ફટાકડા વાડીમાં દરવાજા બનાવવાનો ફર્નિચરનું કારખાનું ભાડેથી યુનુસ મેમણ નામના વ્યક્તિ ચલાવે છે અને રાત્રિના સમયે કારખાનું બંધ હતું તે સમયે અચાનક કારખાનામાં આગ ફાટી નીકળી હતી અને કારખાનમાં લાકડાનો મોટો જથ્થો હોવાને કારણે જોત-જોતામાં આગ આખા કારખાનામાં પ્રસરી ગઈ હતી પણ તેના ઉપરના કારખાનામાં અને આજુબાજુ અને પાછળના કારખાનામાં કામ કરતા કારીગરો ઘબરાઈ ગયા હતા અને બહાર દોડી આવ્યા હતા. આ ઘટનાને પગલે સ્થળ ઉપર ભારે ભાગદોડ મચી જવા પામી હતી.

 

 

 

આ અંગે ફાયર-બ્રિગેડને જાણ કરાતા ફાયર-બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આગની જ્વાલા જોતા કતારગામ, ઘાચી શેરી, મુગલીસરા, કોસાડ, નવસારી બજાર, મજુરા, અડાજણ એમ સાત અલગ-અલગ ફાયર સ્ટેશનોથી 14 ગાડીઓ સાથે ફાયર ઓફિસર હિતેશ ઠાકોર સહિતના ઓફિસર અને ફાયર કર્મીઓનો મોટો કાફલો ઘટના સ્થળે પહોચી ગયો હતો. કારખાનાની અંદર લાકડા અને ફાયબર્ન મોટો હતો જેને કારણે આગ વધુ પ્રસરી હતી. ત્યારે ફાયર કર્મીઓને આગ પર કન્ટ્રોલ કરતા ભારે મુશ્કેલી થઇ હતી. એ સમયે જોત-જોતામાં આગ ગંભીર સ્વરૂપ ધારણ કરતા આગની જાળ પાછળના ભાગે આવેલા બે કારખાનના બારી બારણાને લપેટમાં લીધા હતા. ફાયર જવાનોએ તે કારખાનામાં આગ વધુ નહી ફેલાય તે માટે પાણીનો સતત મારો કરતા આગને કાબૂમાં લીધી હતી.

 

 

 

આગ ઓલાવવા માટે ફાયરના જોતરાયેલા કાફલાએ પાંચથી છ કલાક સુધી ભારે જહેમત બાદ આગને સંપૂર્ણ રીતે આગ ઓલવાઈ ગઈ હતી. હતી. આગને લીધે ફાયબર દરવાજા,રો મટીરીયલ,તથા લાકડાનો જથ્થો મુકેલો હતો આગમાં 200 જેટલા તૈયાર દરવાજા બળી ગયા હતા.

 

 

 

આ સિવાય લાકડાનો જથ્થો, મશીનરી, ફર્નિચર, દરવાજા બનાવવાના સાધનો સહીત સામાનનો મોટો જથ્થો બળી જતા નુકશાન થયો હતો. જ્યારે કારખાનાની બાજુમાં ખુલ્લો પ્લોટમા સળગતા કચરાને લીધે આગ કારખાના સુધી પહોંચી જતા આગ પ્લોટમા સળગતા કચરાને લીધે આગ કારખાના સુધી પહોંચી જતા આગ પડકી હોવાની શક્યતા છે. જોકે આ ઘટનામાં કોઈ જાનહાની નહીં હોવાનો ફાયર સૂત્રોએ જણાવ્યું હતું.(ફાઈલ ફોટો)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application