સુરત જીલ્લાના માંગરોળ તાલુકાનાં તરસાડી ખાતેથી કોસંબા પોલીસે વરલી મટકાના આંક ઉપર જુગાર રમાડી રહેલ એક વ્યક્તિને ઝડપી પાડ્યો હતો. પકડાયેલ શખ્સ પાસેથી પોલીસે કુલ રૂપિયા 35,200/નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
સુરત જીલ્લાની કોસંબા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી. તે સમય દરમિયાન તરસાડી ખાતે આશાપુરી ડેન્શાની નજીક એક શખ્સ મોટરસાઈકલ ઉપર બેસી મુંબઈથી નીકળતા ટાઈમ ઓપન બજારના આંકો લખી લખાવી પૈસા લઈ જુગાર રમાડી રહ્યો હતો. પોલીસે તેને ઝડપી પાડી પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ સુનિલ મધુકર સોની (રહે, કોસંબા,આશાપુરી ડેન્શાની નજીક હિનાપાર્ક,તા-માંગરોળ) નો હોવાનું જણાવ્યુ હતું. પોલીસે તેની પાસેથી રોકડ રકમ, મોબાઈલ ફોન તેમજ એક મોટરસાઈકલ નંબર જીજે/05/એચએલ/6605 એમ મળી રૂપિયા 35,200/-નો મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500