સુરત મહાનગર પાલિકાના સેન્ટ્રલ ઝોનના કોટ વિસ્તારમાં વર્ષો જુનું ચાર માળનું મકાન તૂટી પડયું હતું. પાલિકાએ વારંવાર નોટિસ આપવા છતાં મિલકત ધારે રીપેરીંગના કરાવતા મકાન તૂટી પડયો હતો. ફાયર વિભાગે મકાનમાં દબાયેલા એક છોકરાને હેમખેમ બહાર કાઢ્યો હતો.
સુરતના કોટ વિસ્તારમાં જર્જરિત મકાનોની સંખ્યા સૌથી વધુ છે. આવા જજરિત મકાનમાંથી સુરતના ગોલવાડ વિસ્તારમાં ચાર માળનું એક મકાન અચાનક તૂટી પડયું હતું. મકાનનો એક તરફનો ભાગ બેસી જતા આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોના જીવ તાળવે ચોંટયા હતા.
મકાન તૂટી પડતા સુરત ફાયર વિભાગ અને પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ફાયર વિભાગે દબાયેલા એક બાળકને બહાર કાઢવામાં આવ્યો હતો. ફાયર વિભાગે જણાવ્યું હતું કે, આ બાળકને ઈજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500