સુરત શહેરના કાપોદ્રામાં પોલીસ ચોકી નજીક ઘનશ્યામ નગરમાં આવેલા ઇલેક્ટ્રોનિકના ગોડાઉનમાં સવારે 9 વાગે ધુમાડા નીકળ્યા બાદ આગ ફાટી નીકળતા ભાગદોડ મચી ગઈ હતી. આ ઘટનાની જાણ થતા ફાયર-બ્રિગેડનો કાફલો દોડી ગયો હતો. પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લેવામાં આવી હતી.
કાપોદ્રા બરોડા પ્રિસ્ટેજ પાસેના ઘનશ્યામ નગરમાં આવેલા બાપાસિતારામ ઇલેક્ટ્રોનિકના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. ઈલેક્ટ્રોનિકના ગોડાઉનમાં આગ લગતા આસપાસના સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. ત્યારબાદ ધુમાડો બહાર આવતા પાડોશી દુકાનદારે ફાયર-બ્રિગેડની ટીમને જાણ કરતા ફાયરના જવાનો તાત્કાલિક દોડી ગયા હતા. ફાયર-બ્રિગેડની 6 ગાડીઓ દ્વારા ફાયર-જવાનો એ ભારે જહેમત ઉઠાવતા અઢીથી ત્રણ કલાકમાં આગને કાબૂમાં લઇ લીધી હતી. પાડોશી દુકાનદાર કિશોરભાઈ વાઘાણીની સતર્કતાને લઈ મોટી દુર્ઘટના ટળી હતી. જ્યારે ગોડાઉનમાં આગના કારણે મોટું નુકસાન થયું હોવાની શક્યતાઓ બહાર આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application