સુરત શહેરના કાપોદ્રા રોડ સ્પીનીંગ મીલ પાસે કરીયાણાની દુકાનમાં સાંજે અચાનક આગ લાગ્યા બાદ ગેસ સિલિન્ડર પ્રચંડ ધડાકા સાથે ફાટતા અફરાતફરી મચી ગઇ હતી. આગની જવાળે પહેલા માળે બારી સહિતના ભાગને ઝપેટમાં લીધો હતો.
સુત્રોથી પાસેથી મળેલી માહિતી અનુસાર, કાપોદ્રા રોડ પર સ્પીનીંગ મીલ પાસે શ્રી રામ વસાહતમાં ત્રણ માળના મકાનમાં ગ્રાઉન્ડ ફલોર ઉપર કરીયાણાની દુકાન આવેલી છે. જોકે દુકાનમાં સાંજે અચાનક આગ લાગી ઉઠી હતી. જેના લીધે દુકાનમાં મુકેલા એક મોટો ગેસ સિલિન્ડર જોરદાર ધડાકા સાથે બ્લાસ્ટ થયો હતો. જેથી ત્યાં ભાગ દોડ મચી ગઈ હતી અને જોત-જોતામાં આગ વધતા ધુમાડાના ગોટા નીકળવા માંડયા હતા.
આગની જ્વાળા પહેલા માળે બારીમાંથી ઘર-વખરીની વસ્તુને લપેટમાં લઈ લેધી હતી. આ અંગે ફાયર-બ્રિગેડને જાણ થતાં ફાયર ઓફિસર જગદીશભાઇ પટેલ સાથે કાપોદ્રા, મોટા વરાછા ,કતારગામ અને દુભાલ ફાયર સ્ટેશનની ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. અને પાણીનો મારો ચલાવીને આગ બુઝાવવાની કામગીરી શરૃ કરી હતી. ત્યારબાદ એક કલાકમાં આગ કાબુમાં આવતા તમામે રાહતનો શ્વાસ લીધો હતો. દુકાનમાંથી નાના-મોટા ગેસના ચાર જેટલા સિલિન્ડર મળી આવ્યા હતા. જયારે પહેલા માળેથી ૩ સિલિન્ડર મળી આવ્યા હતા. આગના લીધે દુકાનમાં સામન સહિતની ચીજ-વસ્તુ બળી ગઈ હતી. આ બનાવમાં કોઈપણ પ્રકારની ઈજા કે જાન હાનિ થઈ નહી હોવાનું ફાયર સુત્રોએ જણાવ્યુ હતુ.(ફાઈલ ફોટો)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500