સુરત જીલ્લાના પલસાણા તાલુકાના તાતીથૈયા ગામે આવેલ એક ભંગારના ગોડાઉનમાં અચાનક આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં જ બારડોલી, કડોદરા મળી 3 ફાયર-બ્રિગેડની ટીમોએ કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આ આગમાં લાખોનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો.
સુરત જિલ્લામાં મોટો ઔદ્યોગિક એકમ ગણાતા પલસાણા તાલુકાની એક એકમમાં આગની ઘટના બની હતી. તાતીથૈયા ગામે આવેલ આશીર્વાદ ટેકસટાઇલમાં આવેલ સાઈ ટ્રેડર્સના ભંગારના ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી.
ગોડાઉનમાં પ્લાસ્ટિક અને રૂ હોય આગ વિકરાળ બની હતી. જેથી કડોદરા પીઇપીએલ, કડોદરા નગરપાલિકા અને બારડોલી ફાયર-બ્રિગેડ ટિમની મદદ લેવાય હતી. જોકે આગ બેકાબુ બનતા કામરેજ ફાયર-બ્રિગેડની પણ મદદ લેવાય હતી. જેથી ફાયર-બ્રિગેડની 3 ટીમો કલાકોની જહેમત બાદ ફાયર ઑફિસર પી.બી.ગઢવી અને પ્રવિણ પટેલની ટીમે આગ પર કાબુ મેળવી લીધો હતો. ઔદ્યોગિક વિસ્તારમાં આવેલ આ ગોડાઉનમાં વેસ્ટ પ્લાસ્ટિક તેમજ રૂનો મોટા પ્રમાણમાં જથ્થો ભરેલો હતો. આ આગમાં લાખોનો સામાન બળીને ખાક થઈ ગયો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500