બારડોલી તાલુકાના કડોદ ગામે આવેલી જે.કે.પાર્ક સોસાયટીમાં બારડોલીની ધી ઓરીએન્ટલ ઇન્સોરન્સ કંપની લિમિટેડમાં ડેવલોપમેન્ટ ઓફિસર તરીકે ફરજ બજાવતા બી.આર.ચૌધરી તેમના પરિવારના સભ્યો સાથે પોતાની પુત્રીને એમ.બી.એસમાં એડમીશન મળતા પાલનપુર ખાતે ઘર બંધ કરીને મુકવા ગયા હતા.
તે દરમિયાન બંધ ઘરમાં રાત્રે અચાનક શોર્ટ-સર્કિટનાં કારણે આગ લાગતા સોસાયટીમાં દોડધામ મચી જવા પામી હતી. ઘરમાં અચાનક ધુમાડો નીકળવા લાગતા સ્થાનિક લોકો ભેગા થઈ ગયા હતા અને બારડોલી ફાયર બ્રિગેડને જાણ કરી હતી. આ ઘટનાની જાણ થતા બારડોલી ફાયર બ્રિગેડ ટીમે ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લઈ લીધી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application