વરેલી ખાતે પૃથ્વીરાજ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં આવેલ કેમિકલ ગોડાઉનમાં આગ લાગતા અફરા-તફરી મચી હતી.
પલસાણા તાલુકાના ઔધૌગિક વિસ્તાર એવા વરેલી ખાતે પૃથ્વીરાજ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં પ્લોટ નંબર 15માં બનેલા કેમિકલના ગોડાઉનમાં બપોરના 3 વાગ્યાના અરસામાં એકાએક બ્લાસ્ટ સાથે આગ ભભૂકી ઉઠી હતી અને કેમિકલના કારણે ગણતરીની મિનિટોમાં જ આગે વિકરાળ સવરૂપ ધારણ કર્યું હતું. આગમાં કેમિકલના બેરલો ધડાકા સાથે હવામાં ઉડતા લોકોના જીવ અધ્ધર થઈ ગયા હતો.
આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડને થતા પલસાણા, બારડોલી, કામરેજ, કિમ તથા સુરત શહેરની ફાયર ટીમનો કાફલો ઘટના પહોંચી આગને કાબુમાં લેવામાં પ્રયત્નો કર્યા હતા અને આશરે 15થી વધુ ગાડીએ પાણીનો મારો ચલાવ્યો હતો. વિકરાળ આગને કારણે પાણી સાથે કેમિકલનો મારો પણ ચલાવવામાં આવ્યો હતો ત્યાર બાદ આગને 3 કલાક બાદ કાબુમાં લઈ ફાયર ટીમ કેમિકલના ગોડાઉન નજીક પહોંચી કુલીંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
ત્યારબાદ આસપાસના લોકોના જણાવ્યા અનુસાર આગ લાગી તે સમયે પ્રચંડ ધડાકો થયો હતો અને ગોડાઉનમાં એક ટેમ્પો હતો. જેમાં રહેલા બે ઈસમો દાઝ્યા હતા. લોકોના જાણાવ્યા અનુસાર અહી બાયો ડિઝલનો જથ્થો પણ રાખવામાં આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500