સુરત શહેરના ઉધના વિસ્તારમાં જલારામ કમ્પાઉન્ડ પાસે ડ્રેસ મટિરિયલ્સના કારખાનામાં વહેલી સવારે આગ ફાટી નીકળતા ભારે અફડાતફડી મચી જવા પામી હતી.
ઉધના વિસ્તારમાં આવેલા જલારામ કમ્પાઉન્ડ પાસે ડ્રેસ મટિરિયલ્સના કારખાનામાં સવારે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જેના લીધે ત્યાંના લોકોમાં ભાગદોડ થઈ જવા પામી હતી.
આ બનવા અંગે ફાયરબ્રિગેડને જાણ કરાતા માન દરવાજા અને મજુરા ગેટની ફાયર સ્ટેશનને ગાડીઓ સાથે ફાયર-બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે ધસી ગયો હતો. જોકે વેન્ટિલેશનનો અભાવ હોવાથી ધુમાડો નીકળી શકે તેમ ન હતો. જેથી ફાયર જવાનોને આગ પર કાબુ મેળવવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી.
જોકે એક કલાક બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. જ્યારે આગમાં સિલાઈ મશીન ડ્રેસ મટીરીયલ તૈયાર ડ્રેસો વાયરીંગ સહિતની ચીજવસ્તુઓ નુકસાન થયું હતું. આ બનાવમાં કોઇ જાનહાનિ થઇ ન હોવાનું ફાયર સૂત્રોએ જણાવ્યું હતું.(ફાઈલ ફોટો)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500